અણિયોડમાં ખાતમુહુર્તં કાર્યક્રમ યોજાયો

તલોદ તાલુકાના અણીયોડ મુકામે આગામી સમયમાં નિર્માણ થનાર આર.સી.સી રોડનું ખાતમૂહૂર્ત પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે ગામના સરપંચશ્રી કૈલાસબા રણજીતસિંહ વાઘેલાના ઘરે ચા પીને ગામમાં વધુ વિકાસ થાય તે અર્થે વાર્તાલાપ કરી ઉપસ્થત સૌને રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું.આ મુલાકાત દરમ્યાન ગામમાં પદયાત્રા કરી ગામમાં આવેલી દુકાનોની મુલાકાત લઈ વેપારીઓનું સન્માન કરી સ્વદેશી અપનાવવા આહવાન કર્યું તથા ય્જી્ ના દરોમાં ઘટાડાથી થતાં લાભો સામાન્ય નાગરિક સુધી પહોંચે તે માટે અનુરોધ કર્યો. આ પદયાત્રામાં ગુજરાત ભા.જ.પા પ્રદેશ કિસાન મોરચાના અધ્યક્ષ શ્રી હિતેશભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી દશરથસિંહ ઝાલા, કનકસિંહ ઝાલા, જીલ્લા પંચાયત સદસ્યશ્રી ગણપતસિંહ ઝાલા, તાલુકા પંચાયત સદસ્યશ્રી મહેન્દ્રસિંહ ઝાલા, માજી સંરપંચશ્રી રણજીતસિંહ વાઘેલા, બોરીયા સરપંચશ્રી વિષ્ણુસિંહ, ગામના આગેવાનશ્રીઓ જોડાયા હતા.





