સ્વસ્થ નારી સશકત પરિવાર: સાબરકાંઠા જિલ્લો
અર્બન હેલ્થ સેન્ટર હિંમતનગર ખાતે સ્વસ્થ નારી સશકત પરિવાર અભિયાન અંતર્ગત આરોગ્ય કેમ્પ યોજાયો
સાબરકાંઠા જિલ્લામાં અર્બન હેલ્થ સેન્ટર હિંમતનગર ખાતે સ્વસ્થ નારી સશકત પરિવાર અભિયાન અંતર્ગત નગરપાલિકા પ્રમુખશ્રીની ઉપસ્થિતિમાં આરોગ્ય કેમ્પ યોજાયો હતો. આ આરોગ્ય કેમ્પમાં 180 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો.
આરોગ્ય કેમ્પ દરમિયાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી એ જણાવ્યું હતું કે સ્વસ્થ નારી એ જ સશકત પરિવારનો આધાર છે.આરોગ્ય એ જ સાચું ધન છે, અને જ્યારે મહિલાઓ સ્વસ્થ રહેશે ત્યારે પરિવાર તથા આખો સમાજ સશકત બનશે. સાબરકાંઠા જિલ્લામાં ‘સ્વસ્થ નારી – સશકત પરિવાર’ અભિયાનને સફળ સૌએ સહિયારા પ્રયાસો કરવા જોઈએ. આ સાથે જ ઉપસ્થિત મહિલાઓ નિયમિત આરોગ્ય ચકાસણીકરાવે , પોષણ પર ધ્યાન આપે અને સ્વસ્થ જીવનશૈલી અપનાવે તેવો અનુરોધ કર્યો હતો.
આ કાર્યક્રમ દરમિયાન તાલુકા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા પ્રાસંગિક ઉદબોદન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં લાભાર્થીઓને પોષણ કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. કેમ્પ દરમિયાન સ્ત્રી રોગ નિષ્ણાંત, હાડકાના રોગોના નિષ્ણાંત અને અર્બન મેડિકલ ઓફિસર દ્વારા આરોગ્લક્ષી સેવાઓ આપવામાં આવી હતી.





